વર્ષ 2019 માં એરપોર્ટ ની ઘટના
એરપોર્ટ પોલીસની નબળી તપાસના કારણે આરોપી છૂટી ગયો
ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ= કોર્ટ
અમદાવાદ.તા.24
શહેરના એરપોર્ટમાં સામાન ચેકિંગ દરમિયાન બેગમાં બોમ્બ હોવાની અફવા હોવાને મામલે ધરપકડ કરાયેલા આરોપીને પુરાવો ના અભાવે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ક્રિષ્ના સુધીર ખન્ના એ નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
બનાવની હકીકત એવી છે કે ગઈ તારીખ 4 નવેમ્બર 2019 ના દિવસે આરોપી અમિત કાઉપર અમદાવાદ એરપોર્ટ ના ટર્મિનલ વન ઉપર હાજર હતા આરોપી અમદાવાદ થી કલકત્તા ફ્લાઈટમાં જવાના હતા આ દરમિયાન બોર્ડિંગ પાસ બાદ ટિકિટ અને ઓળખ પત્રની ચકાસણી સી આઈ એસ એફ ના મહિલા અધિકારી યાદવબેન વચ્ચે બોલાચાલી થઈ હતી.સમાન ચેકીંગ દરમિયાન બેગમાં શું છે ત્યારે આરોપીએ બેગમાં બોમ્બ હોવાની કહેતા તેની સામે ફરિયાદ થઈ હતી.
આ મામલે કેસ ચાલી જતા આરોપી તરફે એડવોકેટ દક્ષિણ ઇન્દ્રેકરે ફરિયાદી, સાક્ષી અને તપાસ કરનાર અમલદારની ઊલટ તપાસ કરી હતી.કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે,સી આઈ એસ એફ ના કર્મચારીઓને તલાસી માં પૂરે પૂરો સહકાર આપ્યો હતો.બોમ્બ અંગે કોઈ અફવા કહી નોહતી.પોલીસે માત્ર હેરાન કરવાના ઇરાદે ખોટી ફરિયાદ કરી છે.આરોપી એક પત્રકાર છે, એરપોર્ટમાં આવા શબ્દોનો ઉપયોગ કરવો ગુનો બને છે તેની સંપૂર્ણ માહિતી છે કાયદાનો જાણકાર છે પરંતુ સુરક્ષા કર્મચારીઓ ખોટી રીતે હેરાન કરવા ખોટા આક્ષેપો કર્યો છે.ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા.

Average Rating
More Stories
અમદાવાદ ભદ્ર સ્થિતસીટી સેશન્સ કોર્ટમાં સરકારી વકીલોની ટર્મ પૂરી થવાની આરે
જેલ મેન્યુઅલ પ્રમાણે વકીલ મુલાકાત માટે કેટલાક નિયમો નો પાલન કરવો જરૂરીહરેશ મૂલચંદાની ને બદનામ કરવાનો કારસ્તાન
સરદાનગર પોલીસ મથક દેશી અને વિદેશી દારૂનો દરિયો સરદાર વિસ્તારમાં નશાબંધી