ભદ્ર સ્થિત સેશન્સ કોર્ટ માં આગામી મુખ્ય સરકારી વકીલ કોણ???
મુખ્ય સરકારી વકીલ તરીકે અનેક નામો ચર્ચા હેઠળ
મુખ્ય સરકારી વકીલ સુધીરભાઈ બ્રહ્મભટ્ટ યથાવત રહે તેવી શક્યતા
અમદાવાદ. તા.22
અમદાવાદ ભદ્ર સીટી સેશન કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી સરકારી વકીલોની નિમણૂક અને બાદબાકી ના મામલે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સીટી સેશન કોર્ટમાં કાર્યરત છ જેટલા સરકારી વકીલોની બાદબાકી થવાની છે તેમજ છ નવા સરકારી વકીલોની નિમણૂક થવાની હોવાની ચર્ચા જોર સોર થી ચાલી રહી છે તેમજ સીટી સેશન કોર્ટના મુખ્ય સરકારી વકીલ સુધીરભાઈ બ્રહ્મભટ્ટ યથાવત રહેશે યા તેના સ્થાને નવા મુખ્ય સરકારી વકીલની નિમણૂક થશે તેવી ચર્ચાએ વકીલાલમમાં ખળભળાટુ મચાવી દીધી છે.
અત્રે નોંધનીય છે કે વકીલ આલમમાં મુખ્ય સરકારી વકીલ તરીકે સુધીરભાઈ બ્રહ્મભટ્ટ યથાવત રહેશે પરંતુ કેટલાક સૂત્રો જણાવી રહ્યા છે કે આગામી મુખ્ય સરકારી વકીલ કુલદીપ શર્મા, ભાવેશ પટેલ સહિત અન્ય બે વકીલો ના નામોની ચર્ચા ચાલી રહી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે
જ્યારે કાર્યરત છ સરકારી વકીલો ની બાદબાકી થવાની છે તે નામો કોણ કોણ છે તે અંગે પણ વકીલો એકબીજા સાથે ચર્ચા વિચારણા કરીને વિચાર કરી રહ્યા છે જ્યારે નવા છ નિમણૂક થવાના છે. જેમાં મનીષ કોડેકર ના નામની ચર્ચા સરકારી વકીલોમાં ચાલી રહી છે

Average Rating
More Stories