Only News

News Website

કુબેર નગર વિસ્તારમાં ભૂમાફિયાઓનો કારસ્તાન

Views: 46
0 0
Spread the love

Read Time:2 Minute, 39 Second

રહેઠાણ માટેનો મકાન તોડી, વેપાર માટે દુકાન બનાવી દીધી

દુકાનની સામે આવેલો ઝાડ ભૂ માફિયા એ કોના ઇશારે તોડાવ્યો

અમદાવાદ.તા2


શહેરના સરદાનગર કુબેરનગર વિસ્તારમાં ભૂમાફિયાઓ એકવાર ફરી સક્રિય થઈ ગયા છે કુબેરનગર રાજાવીર સર્કલ પાસે આવેલો રહેઠાણ માટેનો મકાન તોડી પાડી કોમર્શિયલ ઉપયોગ માટે દુકાન બનાવ્યા બાદ પણ જાહેર રસ્તા ઉપર ઘટાદાર ઝાડ કાપી નાખવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

કુબેરનગર રાજા વીર સર્કલ પાસે એક રહેઠાણ માટેનું મકાન તોડી પાડી ભૂમિ આવે કોમર્શિયલ ઉપયોગ માટે દુકાન બનાવી દીધી છે આ દુકાનની સામે આવેલો એક ઘટાદાર વૃક્ષને ભૂ પ્રેમ પાકિસ્તાની એ ગેરકાયદેસર રીતે કોર્પોરેશનની મદદથી કાપી નાખ્યું છે આખા ભારત દેશમાં વૃક્ષ રોપવા માટે ઝુંબેશ ચાલી રહી છે સરકાર દ્વારા વૃક્ષોના જતન માટે અવનવા પ્રચાર અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જ્યારે કુબેરનગરમાં મોડી રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની મદદથી રસ્તા ઉપર આવેલો ઘટાદાર વૃક્ષ કોને કહેવાથી કાપી નાખવામાં આવે છે તે એક તે એક ચર્ચાનો વિષય બન્યું છે આ દુકાનની આસપાસ સરદાર નગર વોર્ડના ભાજપ ના કોર્પોરેટર સની ખાન ચંદાની ની ઓફિસ આવેલી છે. એક કોર્પોરેટર પોતાની આસપાસ થતા દુષણ દબાણને ખસેડવામાં નિષ્ફળ તો રહ્યા છે પણ આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુમાં સ્થાનિક લોકોના જાણવા મુજબ રહેઠાણ માટેનો મકાન તોડી પાડી દુકાન બનાવી દેવામાં આવી છે આ દુકાનનો સારો ભાવ મળે તે માટે તેની સામે આવેલો ઘટાદાર વૃક્ષને કાપી નાખ્યું છે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભૂ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરશે???

photo social media

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love