Only News

News Website

લ્યો બોલો, સરકારી વકીલોના ખાનગી જુનિયર વકીલો અને ક્લાર્ક

Views: 120
1 0
Spread the love

Read Time:2 Minute, 52 Second

ભદ્ર સ્થિત સીટી સેશન્સ કોર્ટમાં

સરકારી વકીલો પોતાના સ્વખર્ચે ખાનગી જુનિયર વકીલ રાખી શકે છે = કુલદીપ શર્મા

જુનિયર વકીલો અને ક્લાર્કને કોણ પગાર ચૂકવે છે તે વકીલ આલમમાં ચર્ચા નો વિષય

અમદાવાદ તા.1

ભદ્ર સ્થિત સીટી સેશન કોર્ટમાં કાર્યરત સરકારી વકીલો પોતાની પાસે ખાનગી જુનિયર વકીલો અને ક્લાર્ક રાખી શકે નહીં તેમ છતાં સરકારી વકીલો પોતાની પાસે ખાનગી જુનિયર વકીલો અને ક્લાર્ક રાખતા હોવાથી આ મામલે છેલ્લા ઘણા સમય થી વકીલ આલમમાં ચર્ચા નો વિષય બન્યું છે.
આ મામલે પૂર્વ સરકારી વકીલ કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે સરકારી વકીલો પોતાના સ્વખર્ચે ખાનગી જુનિયર વકીલ અને ક્લાર્ક રાખી શકે છે.

સેશન કોર્ટના ઘણા ખરા સરકારી વકીલો પોતાની પાસે ખાનગી જુનિયર વકીલ અને ક્લાર્ક રાખતા હોય છે ત્યારે આ જુનિયર વકીલને કે કલાર્કને રાખવામાં મામલે કોઈએ પરવાનગી મેળવી નથી તેમ છતાં દીવા તળે અંધારું જેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે વકીલ આલમ માં એવી ચર્ચા ચાલી રહી છે કે ખાનગી જુનિયર વકીલો અને ક્લાર્કને પગાર કે ખર્ચ કોણ કેવી રીતે ચૂકવે છે તેને લઈને સરકારી વકીલોની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

હવે જોઈએ ક્યાં કયા સરકારી વકીલોના ખાનગી જુનિયર વકીલો અને ક્લાર્ક…

  1. મુખ્ય સરકારી વકીલ સુધીરભાઈ બ્રહ્મભટ્ટ ના પાંચ ક્લાર્ક
    *જૈમિન, આનંદ,ગિરીશભાઈ, સુનીલ અને પ્રેમ

2.ભાવેશ પટેલ
Dop ખાનગી એક જુનિયર વકીલ
3.હિમાંશુ શાહ
હર્ષિલ જુનિયર વકીલ
4.અજયભાઈ ત્રિવેદી
મહિલા જુનિયર વકીલ નીલમબેન
5. ભરત ભાઈ પટણી
કવન શાહ જુનિયર વકીલ
6.દેવેન્દ્ર પઢિયાર
અનિલ અને હીનાબેન જુનિયર વકીલ
7.સરકારી વકીલ ખત્રી ભાઈ
મહિલા જુનિયર વકીલ વંશીકાબેન શાહ
હવે જોવાનું એ રહ્યું કે આ ક્લાર્ક અને જુનિયર ખાનગી વકીલોને પગાર કે ખર્ચ કોણ ક્યાંથી કેવી રીતે આપવામાં આવે છે કે પછી ખાનગી જુનિયર વકીલો માત્રને માત્ર શીખવા માટે આવે છે તે હવે જોવાનું રહ્યું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love