Only News

News Website

મકાન માલિક સામે ખોટી ફરિયાદ કરી મકાન પચાવી પાડવા નો ભાડુઆત નો કારસો

મકાન માલિક સામે ખોટી ફરિયાદ કરી મકાન પચાવી પાડવા નો ભાડુઆત નો કારસો

Views: 402
1 0
Spread the love

Read Time:5 Minute, 9 Second

સરદારનગર વિસ્તારની ચમકાવનારી ઘટના.

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એવોર્ડ માં ચમકાવનાર કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદ.9

વિધવા મકાન માલિક સગુણાબેન ભાનુભાઇ ગારંગેનું મકાન પચાવી પાડવાના હેતુથી ભાડુવાતો મૃગેશ્વર અને સેલબી બેન પલ્લારે ષડયંત્ર રચીને મકાનનો કબજો નહીં આપીને લેન્ડગ્રેબિંગ કર્યા બાદ પણ મકાન માલિક અડગ રહેતા મકાન માલિક સામે ખોટી ફરિયાદો કરીને તેમજ આપઘાત કરવાની ધમકીઓ આપી અને તેમાં ખોટી રીતે સંડોવણી કરવા અંગે સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે.

મકાન માલિક કે જે પોતે એક વિધવા છે અને માંડ માંડ પોતાનું ગુજરાત ચલાવે છે, તેમણે પણ પોતાના ભાડું વાતો સામે ફરિયાદ કરી છે.

વિધવા મકાન માલિકે આ અંગે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે.

મકાન માલિકે પોતે આપેલી અરજીમાં રજૂઆત કરી છે કે તેમણે 11 મહિનાના કરાર પર પોતાનું મકાન આપ્યું હતું. જોકે કરારનો સમય પૂરો થયા બાદ પણ ભાડુવાતે મકાન ખાલી કર્યું નહોતું.અને થોડા વધારે સમય માટે તેમને રહેવા દેવા માટે છૂટ માંગી હતી.

જોકે તે અંગેના માસિક 10 હજાર રૂપિયા લેખે નું ભાડું કે લાઈટ બિલ અને અન્ય વેરા ખર્ચ ચૂકવી આપ્યા નહોતા.

કરાર ઉપરાંતના લગભગ દોઢ વર્ષ સુધી મકાન માલિકે વારંવારની વિનંતીઓ અને રજૂઆતો બાદ પણ ભાડુવાતે મકાન ખાલી કરવામાં ઠાગાઠૈયા કર્યા.

ભાડે આપેલા મકાનમાં ગોડાઉન બનાવી અને રહેણાક જગ્યાનો વ્યાપારી ઉપયોગ પણ શરૂ કરી દીધો.

જેના કારણે મકાન માલિકે કરાર ની મુદત પૂર્ણ થયા બાદ અને ત્યારબાદ થયેલી મૌખિક સમજૂતી નો પણ અંત આવ્યા બાદ પોતાના મકાનનો શાંત અને પ્રત્યક્ષ કબજો મેળવી લીધો.

ભાડુઆતની ફરિયાદ છે કે મકાન માલિકે તેમનો સામાન ચોરી લીધો છે અને મકાન અંગે થયેલ કરાર મુજબના સાડા ત્રણ લાખ આપ્યા નથી.

આ અંગે મકાન માલિક નો દાવો છે કે કરાર મુજબના પૈસા અને મકાન ભાડા અંગે નક્કી થયેલા તમામ વ્યવહારોની ચુકવણી બે સાક્ષીઓ સમક્ષ પૂર્ણ થઈ ચૂકી છે.

આવા સંજોગોમાં પોતાના જ મકાનથી વંચિત રહેનાર વિધવા મકાન માલિકે આરોપ લગાવ્યો છે કે ભાડુઆત માત્ર તેમનું મકાન જ પચાવી પાડવા નથી માંગતો પરંતુ તેની પર પણ ખરાબ નજર રાખી રહ્યો છે.

મકાન માલિકની ફરિયાદ છે કે ભાડુઆત તરફથી ખોટી રીતે તેમની બદનામી થઈ રહી છે અને જ્યારે મકાન માલિકે લેણા નીકળતા હોય તેવા સંજોગોમાં પણ તેમની પર ખોટી રીતે દબાણ લાવવામાં આવી રહ્યું છે.

ભાડુઆતની ફરિયાદ છે કે પૈસા ના મળવાના કારણે અને પોતાનો સામાન ચોરી થયો હોવાના કારણે તેમણે આપઘાત નો પ્રયાસ કરવાની કોશિશ કરવી પડી.

તો બીજી બાજુ મકાન માલિક નો દાવો છે કે પોતાની પર ખોટી રીતે દબાણ લાવવા અને તોડ કરીને પૈસા પાછા આપી પાડવાના ઇરાદે મૃત્યુ ન થાય તે પ્રમાણેનું પગલું ભરીને તેમની પર દબાણ લાવવામાં આવી રહ્યું છે કે જેથી તેમનું મકાન ભાડુવાત પચાવી પાડી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તાજેતરમાં જ ભાડા અંગે બહાર પાડેલ ગુજરાત ભાડા વિધેયક 2026 નો રાજ્યભરમાં વિરોધ થયો આ મુદ્દે રાજ્ય સરકાર અને વકીલો સામસામે આવી ગયા અને એક બાજુ રાજ્ય સરકારે પણ આ વિધેયક ને કાયદાનું સ્વરૂપ નહીં અપાય તે અંગેની ખાતરી આપ્યા બાદ પણ વકીલોની હડતાલો નો દોર ચાલુ છે તેવામાં મકાન માલિકો અને ભાડું વાતો અંગેના વિવાદોના નિર્ણયોની સત્તા ન્યાયપાલિકા થી છીનવી અને જો અધિકારીઓના આવે તો આક્ષેપો પ્રમાણે છતાં કથનો ની સત્યતાની ચકાસણી કોણ કરશે અને આ ઉપરાંત આવા જ વિવાદોમાં પોલીસ અધિકારીઓ તેમજ અન્ય સરકારી અધિકારીઓની ભૂમિકાઓ પણ શંકાના ઘેરામાં આવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love