સરદારનગર વિસ્તારમાં નશાબંધીકાયદાનો ખુલ્લે આમ ભંગબુટલેગરો ગ્રાહકોને પોતાના અડ્ડા પર દારૂ પીવડાવવા દારૂના ભાવમાં ઘટાડોઅમદાવાદ તા.20શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાનગર વિસ્તારમાં લાસ્ વેગાસ ની જેમ રાઉન્ડી કલોક દેશી વિદેશી અને જુગારના અડ્ડા ધમ ધમી રહ્યા છે. આ વિસ્તારમાં નશાબંધી કાયદાનો ખુલ્લેઆમ ભંગ જોવા મળી રહ્યો છે જ્યારે નવા નિમાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર એ. એસ.ગોહિલે જાણે બુટલેગરોને ખુલ્લે આમ દારૂ અને જુગાર ના અડ્ડાઓનો પરવાનો આપી દીધો છે. સ્થાનિક લોકો અવાર નવાર આવી ગેરકાનૂની પ્રવૃતિ બંધ કરાવવા રજૂઆત કરવા છતાં કુંભ કરણ ની જેમ નિદ્રામાં સૂવી રહી છે.હવે જોવાનો એ રહ્યો કે ગુજરાત પોલીસ ખાતા માં કોઈ ઈમાનદાર પોલીસ અધિકારી આવે તેની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પોલીસ મથક ના નવા પી. આઇ. બાદ બૂટલેગરો ને દારૂ વેચવાનો પરવાનો આપી દીધો છે.બૂટલેગરો દારૂડિયા ઓ ને દારૂ પીવા માટે પોતાના અડ્ડા ઉપર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.બુટલેગર ગ્રાહકોને પોતાના અડ્ડા ઉપર કોઈ પણ બ્રાન્ડની દારૂ ઉપર 50 રૂપિયાની છૂટ આપી રહ્યા છે.તો કેટલાક બુટલેગર દારૂ સાથે મફત સોડા ,ગ્લાસ ,પાણી અને બાઈટીંગ આપી રહ્યા છે.બુટલેગર રાઉન્ડી કલોક દારૂ વેચી રહ્યા છે.જયારે હપ્તાખોર સરદારનગર પોલીસ તમાશો જોઈ રહી છે.યુવાધન દારૂ ના નશા માં ઝૂમી રહ્યો છે.આવનારા દિવસોમાં ગુજરાત પણ ઝૂમતાં ગુજરાત બને તેવી શક્યતા છે.

Average Rating
More Stories