Only News

News Website

જેલ મેન્યુઅલ પ્રમાણે વકીલ મુલાકાત માટે કેટલાક નિયમો નો પાલન કરવો જરૂરીહરેશ મૂલચંદાની ને બદનામ કરવાનો કારસ્તાન

જેલ મેન્યુઅલ પ્રમાણે વકીલ મુલાકાત માટે કેટલાક નિયમો નો પાલન કરવો જરૂરીહરેશ મૂલચંદાની ને બદનામ કરવાનો કારસ્તાન

Views: 330
2 0
Spread the love

Read Time:3 Minute, 43 Second

જેલમાં નકલી વકીલ પ્રવેશ મામલો

વેપારી ને બે વર્ષ સુધી તડીપાર કરવાનો પોલીસના હુકમ સામે અનેક સવાલો
અમદાવાદ તારીખ 20

આઈ સિક્યુરિટી ઝોન તરીકે ગણાતી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રજા ના દિવસમાં નકલી વકીલ મુલાકાત લેવા મામલે છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જેલ મેન્યુઅલ પ્રમાણે રજાના દિવસે કોઈપણ વકીલને વકીલ મુલાકાત આપવામાં આવતી ન હોવા છતાં ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે અને હરેશ મુલચંદાની નામના યુવકને ખોટી રીતે ફસાવી દેવાના કારસ્તાન ચાલી રહ્યા હોવાના કેટલાક સત્ય બહાર આવી રહ્યા છે. આ દરમિયાન વેપારી યુવાનને પોલીસે બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે


અમદાવાદ શહેરના નાના ચિલોડા ખાતે રહેતા હરેશ ઉર્ફે હારુ પ્રેમચંદાની વેપાર ધંધો કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યો છે તાજેતરમાં હરેશ મૂળચંદાનીને બિસ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી જેમાં તેના જ સાથી મિત્ર ની સંડોવણી બહાર આવી હતી ત્યારથી આજ દિન સુધી બંને મિત્રો વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે. તેના સાચી મિત્ર પોતાની સામે થયેલી ફરિયાદ પરત ખેંચવા હરેશ રૂપે હારું ને કોઈપણ રીતે બદનામ કરવા કરેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી રહ્યો છે ત્યારે એક સામાન્ય બાબતમાં નકલી નકલી વકીલ બની જેલ મુલાકાત મામલે સંડોવી રહ્યાનો આરોપ હરેશ કર્યો છે .


વધુમાં હરેશ મુલચંદાની એ જણાવ્યું હતું કે, પોલીસે મને એક વેપારી હોવા છતાં બે વર્ષ માટે તડીપાર કર્યો છે.જે પોલીસે પોતાની સત્તાનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે.આ મામલે ગૃહ વિભાગ માં અપીલ દાખલ કરી છે.


બનાવની વિગત એવી છે કે કઈ તારીખ 11 જુલાઈ 2026 ના રોજ હરેશ તેના એક મિત્ર ની પત્ની સાથે જેલ મુલાકાત માટે ગયો હતો. આ દિવસે બીજો શનિવાર હોવાથી કોઈપણ વકીલને વકીલ મુલાકાત પ્રમાણે આપવામાં આવતી નથી પરંતુ જેલ અધિ સક્ષશ્રીએ જેલમાં કેદ આરોપીની પત્નીને મેડિકલ સમસ્યાને ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી કરી મુલાકાત આપી હતી આ મુલાકાત એક માનવતા ના ધોરણે આપવામાં આવી હતી આ મામલે હરેશ મુલચંદાણીએ કોઈ પણ વકીલ તરીકેની ઓળખાણ આપી ન હતી વકીલ મુલાકાત લેવા માટે લેખિતમાં અરજી અને વકીલ તરીકેનો ઓળખ પત્ર રજૂ કર્યા બાદ તેની ચકાસણી બાદ વકીલ મુલાકાત આપવામાં આવે છે આ મામલે જેલ અધિક્ષક એ પણ કેટલાક ખુલાસાઓ કર્યા છે તેમ છતાં મીડિયામાં એન કેન પ્રકારે હરેશ મુલચંદાની ને ખોટી રીતે સંડોવી દેવાની તરકીબો અપનાવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love